બેનકાબ 2 (Gujarati)

₹ 0.00 (Reading is the cost)

બે દુનિયા માં અટવાતા દરેક વ્યક્તિ ની નકાબી કથા Part 2

In Stock

Quantity:

Description

બે-નકાબ ભાગ-1 પુસ્તકે હજારોના જીવનપરિવર્તન કર્યા, નાસ્તિક ગણાતા યુવાન-યુવતીઓ પણ ધર્મમાર્ગે વળ્યા... ભાગ-2 કદાચ વધુ સુંદર છે. વધુ અસરકારક છે. વાંચીને અપેક્ષાની જેમ તમને પણ દીક્ષા લેવાનું મન થઈ જાય, તો મને જરૂર કહેજો... તમને માર્ગદર્શનની જરૂર હોય, તો મને લાભ આપશો... પુસ્તકમાં જ એટલું બધું ભરેલું છે કે વધારે લખવાનું કોઈ મન નથી. હા ! મારા ગુરુદેવ એકવાર મારા ઉત્તમકાર્ય સામે પોતાની હાર માની લઈને ખુશી પ્રગટ કરતા એક વાક્ય લખેલું सर्वत्र विजयं वाञ्छेत्, शिष्यात्पुत्रात्पराजयम् બધે જ વિજયની ઈચ્છા રાખવી, પણ શિષ્ય પાસે અને પુત્ર સામે પરાજયની ઈચ્છા રાખવી. મેં સંસ્કૃતટીકા લખી, તેથી તેઓએ ખુશ થઈને મને કહેલું કે ‘તારી સામે હું હાર્યો એની મને ખુશી બેહદ છે.’ આજે એ જ શબ્દો હું મારા શિષ્ય શીલગુણ વિ. માટે વાપરું છું કે ‘મેં 300 આસપાસ પુસ્તકો લખી, પરંતુ તમારી આ બે-નકાબ પુસ્તક સામે હું હાર માનું છું અને એ પણ ખૂબ ખુશી સાથે...’ આગળ પણ મારો શિષ્ય મને વધુમાં વધુ ખરાબ રીતે હરાવે એવી પ્રભુને એકમાત્ર પ્રાર્થના... યુગપ્રધાનાચાર્યસમ પૂજ્યપાદ ગુરુદેવશ્રી ચન્દ્રશેખર વિજયજી મ.સાહેબનો શિષ્ય મુનિ ગુણહંસ વિ... વિજયનગરમ્ (આંધ્રપ્રદેશ) સોમવાર તા. 21-11-2022 બપોરે 1.45 કલાકે..

Leave You Comments

: